બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા
રાજપીપળા શહેરના ઘણા વિસ્તારોમાં પીવાના પાણીની વર્ષો જૂની રામાયણ હોવા છતાં કોઈ ખાસ સુધારો થતો નથી ત્યારે ખુદ પાલિકા પ્રમુખ જ્યાં રહે છે તે ભાટવાડા વિસ્તારના રહીશો પણ પાણી બાબતે પોકાર કરી રહ્યા હોય તો અન્ય વિસ્તારની તો વાત જ ક્યાં કરાય..?
સોમવારે પણ દરબાર રોડ લાઇબ્રેરીના બોર માંથી મળતું પાણી સાંજે ન આવતા જાણવા મળ્યું કે વિસાવાગા વિસ્તારમાં વાલનું કામ ચાલુ હોવાથી પાણી આવ્યું નથી, ત્યારે દરબાર રોડ અને આસપાસના વિસ્તારો થી દુર આવેલા વિસાવાગા માટે અહીંનું પાણી કેમ અટકવાયું..?તેવા સવાલો સ્થાનિકોમાં ઉઠ્યા હોય, જયારે સ્થળ તપાસ કરતા જાણવા મળ્યું કે વિસાવાગા નીચો વિસ્તાર હોવાથી લાઈબ્રેરી બોર ચાલુ કરાય તો ત્યાં પાણી નીકળે માટે વાલની કામગીરી ન થઈ શકે,જોકે દરબાર રોડ ભાટવાડા, સોનિવાડ સહિતના ઘણા વિસ્તારોમાં લાંબા સમય થી પાણીની ફરિયાદ હોવા છતાં પાલિકા તંત્ર ફક્ત તમાશો જ જોતું હોય તેમ જણાય છે. તાજેતરમાં ઘણા ચીફ ઓફિસરો બદલાઈ ગયા છતાં પાણી જેવી જરૂરી બાબતે કોઈ એ ધ્યાન આપ્યું નથી,જેમાં વાત કરીએ લાઇબ્રેરી બોરની સામે જ આવેલા વિસ્તારોમાં પણ બે ટાઈમ પુરતું પાણી મળતું નથી માટે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.