રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હળવદ ખાતે મોરબી જિલ્લા કલેકટર ગંગાસિંહના વરદ હસ્તે તિરંગો લહેરાવી સલામી આપી હતી. ધ્વજવંદન બાદ હળવદ પોલીસ પરેડ દ્વાર રાષ્ટ્રધ્વજને સલામી આપી. ત્યારબાદ ડેપ્યુટી કલેક્ટરના વરદ હસ્તે વિવિધ ક્ષેત્રોમાં ચમકતા સિતારાઓને પ્રમાણપત્ર મહાનુભવોના હસ્તે એનાયત કરાવામાં આવ્યા હતા. મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોરબી જિલ્લા કલેક્ટર ગંગાસિંહ મામલતદાર હર્ષદીપ આચાર્ય,તાલુકા વિકાસ અધિકારી અમિત રાવલ,ચીફ ઓફિસર સાગર રાડીયા, પી આઈટમ પી એ દેકાવાડીયા સહિતના અધિકારીઓ તેમજ હળવદ નગરપાલિકાના પ્રમુખ રમેશભાઇ પટેલ સહિતના પદાધિકારીઓ અધિકારીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. હળવદમાં પ્રજાસત્તાકદિનની આન-બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી.