રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
ગીર સોમનાથ જીલ્લાના દેલવાડા બીટના જમાદાર,એ.એસ.આઇ ધાંધલ તેમજ અન્ય બે કોન્સ્ટેબલ અંજાર ગામે પરબત વશરામ ડાભીના ઘરે આવી કોઈ પણ વાંક ગુના વગર ખોટી રીતે પુછપરછ કરી મહીલાઓની હાજરીમાં બિભત્સ ગાળો બોલી પરબત વશરામ ડાભી તથા રણછોડ જોધા ડાભીને માર મારી કોળી જ્ઞાતી વિરુદ્ધ મનફાવે તેમ બોલી હડધૂત કરી મોટરસાયકલ પર બેસાડી દેલવાડા પોલીસ મથકે લઈ જઈ લાકડી દંડાથી અને ઢીકાપાટુનો જીવલેણ માર મારી ધમકી આપી ફરિયાદ ન કરવા જણાવેલ જે બાબતે કેશોદ કોળી યુવા સંઘર્ષ સમિતિ દ્વારા મામલતદાર મારફત રાજ્યપાલને આવેદનપત્ર આપી જવાબદાર પોલીસ અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામા આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો આ બાબતે સત્વરે કોઈ કાર્યવાહી નહી થાય તો કોળી યુવા સંઘર્ષ સમિતિના એક હજારથી વધારે યુવાનો ભુખ હડતાળ પર ઉતરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.