રિપોર્ટર: જીતુ પરમાર, માંગરોળ
જૂનાગઢ જિલ્લાના માંગરોળના દરબારગઢ પાસે આવેલા મહિલા સેવા સમાજ અને સર્વોદય સેવા સમિતિ દ્વારા વૃદ્ધજન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વૃદ્ધજનો માટે નેતરની લાકડી, ઈલેકટ્રીક નાસ મશીન, સફેદ કપડા, સાડી , ધાબળા વગેરે વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમાં મહિલા મંડળના મટુબેન છાત્રોડિયા, બદરૂનિશા શેખ, રાબીયાબેન આરબ, મીના બેન મહેતા, માલવિકા બેન પાટડીયા, મુમતાઝબેન શેખ, અરુણા બેન જગડાએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં વિતરણ વ્યવસ્થા નિલેશભાઈ મેહતાએ સંભાળી હતી. મહિલા મંડળ દ્વારા આવી સેવાકીય પ્રવુતિ સિવાય દીકરીઓ માટે મફત સીવણ કલાસ, બ્યુટી પાર્લર , મહેંદી ક્લાસીસ અને અન્ય સરકારી યોજનાઓ પર પણ કામગીરી કરવામાં આવે છે.