રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા પ્રદેશ ભાજપ પ્રમુખ અને પ્રદેશ હોદેદારો સાથે વિચાર વિમર્શ કરીને મોરબી જીલ્લાના હળવદ શહેર અને હળવદ તાલુકા ભાજપના પ્રમુખ તેમજ મહામંત્રીની નિમણુક કરી છે. જેમાં હળવદ તાલુકા પ્રમુખ તરીકે વાસુદેવભાઈ સીણોજીયા જયારે મહામંત્રી તરીકે નરેન્દ્રસિંહ રાણા અને સંજયભાઈ પંચાસરાની વરણી કરાઈ છે તો હળવદ શહેર પ્રમુખ તરીકે કેતનભાઈ દવે તથા મહામંત્રી તરીકે રમેશભાઈ કણઝારીયા અને સંદીપભાઈ પટેલની વરણી કરવામાં આવી છે.