પંચમહાલ: ઘોંઘબા તાલુકાના વાકુલીના જંગલમા કાચબાનો વેપલો કરનારાઓને વન વિભાગે ઝડપ્યા.

Ghogamba Latest Madhya Gujarat Panchmahal

પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલૂકામાં વાકુલી ગામના જંગલમાં વન્યજીવ ગણાતા કાચબા ઉપર તાંત્રિક વિધી નામે કાચબાનો વેપલો કરતા પાંચ ઈસમોને વનવિભાગે પકડી પાડ્યા હતા. તેમની પાસેથી મારક હથિયારો અને જીવતા કાચબા મળી આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનૂસાર ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાનાં રાજેશ ભાવસારને પંચમહાલ જીલ્લાના ઘોંધબાના રાજગઢ વિસ્તારમાં આવેલા જંગલોમાં તાંત્રિક વિધીનુ ષડયંત્ર ચાલી રહ્યુ હોવાની જાણકારી મળી હતી.જેમા વન્યજીવ પર તાંત્રિકવિધી કરીને પૈસાનો વરસાદ કરવાનો દાવો કરવામા આવતો હતો.આથી સમગ્ર મામલાનો પર્દાફાશ કરવા માટે વનવિભાગ રાજગઢ અને ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના કાર્યકરોએ સંયૂક્ત રીતે ગૂપ્ત ઓપરેશન હાથ ધર્યુ હતુ. જેમા માઉસિંગ નામના શખ્શનુ નામ ખુલ્લુ હોવાની વિગતો બહાર આવી હતી.આથી સંસ્થાની ટીમ દ્વારા માઉસિંગ સાથે વાતચીતનો દોર શરુ કરવામાં આવ્યો. પૈસાનો વરસાદ થાય તે માટે તાંત્રિક વીધી કરવાની હોવાનુૃ જણાવતા માઉસિંહ કાચબા આપવા તૈયાર થયો હતો.

આ વેપલો કરનારાઓને પકડવા માટે તાંત્રિક વીધી વાકુલીના જંગલમા ગોઠવામા આવી હતી.cજેમા એક વનઅધિકારી સાધુ બન્યા હતા,અન્ય સંસ્થાના કાર્યકરો જંગલમા પહોચ્યા હતા.જ્યા પહેલેથી જ કાચબાનો વેપલો કરનારા માઉસિંગ બારીયા,તેના સાગરિતો ગોવિંદ પટેલીયા,પ્રદિપ બારીયા,રણજીત બારીયા,ભરત બારીયા હાજર હતા. જ્યા પુજામા બેઠેલા એક કાર્યકરે “કાચબા આવી ગયા છે” તેવો મેસેજ કરતા ત્યા થોડે દુર ઉભેલી વનવિભાગની ટીમ અને સંસ્થાના કાર્યકરો આવી જતા આ વેપલો કરનારા ઇસમોને પકડી લીધા હતા.તેમની પાસેથી વન્યજીવ કાચબા નંગ-૪ , તેમજ મારક હથિયાર બે તલવાર ,એક ધારીયું, એક છરો જપ્ત કરવામા આવ્યો હતો.વધુમાં વન્યજીવ અધિનિયમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *