રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા આજરોજ નર્મદા કેનાલ વિસ્તારના અંદાજિત 40 બાળકોને ગરમ સ્વેટર આપવામાં આવ્યા હતા. સ્લમ વિસ્તારના બાળકોને કડકડતી ઠંડીથી રક્ષણ મળેએ હેતુથી સ્વેટર આપવામાં આવ્યા હતા. સ્વેટર મેળવીને બાળકોના ચહેરા પરનો આનંદ સ્પષ્ટ જોઈ શકાતો હતો. જરૂરિયાતમંદ બાળકોને સ્વેટર આપીને ગ્રુપના સભ્યોએ માનવ સેવા પરમો ધર્મ આ વાક્યને ખરા અર્થમાં ચરિતાર્થ કર્યું હતું. સ્વેટરની સાથે સાથે નાના ભૂલકાઓને બિસ્કીટના પેકેટ આપવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે ગ્રુપના પ્રમુખ અજુભાઈ,ખજાનચી મયુરભાઈ પરમાર, સોશિયલ મીડિયા કન્વીનર જયદીપ અઘારા ગ્રુપના સભ્યો ઓવિસ ભાલોડીયા, સનીભાઈ ચૌહાણ, ધર્મેન્દ્રભાઈ, ઘનશ્યામ બારોટ, એ.ડી.સોલંકી, ભરતભાઇ ચાવડા હાજર રહ્યા હતા.