રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ
જૂનાગઢ જિલ્લાના કેશોદમાં આવેલ વાઘેશ્વરી મંદિરે ૧૪ વર્ષથી શાકંભરી નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે જે પોષ સુદ આઠમથી પોષ સુદ પૂનમ સુધી શાકભાજીનો શૃંગાર કરવામા આવે છે તેમજ સુંદર કાંડ તથા ડીસ્કિન્ધા કાંડ તથા આરતી કરવામાં આવેછે
શાસ્ત્રોમાં ઉલ્લેખ કરાયો છે કે જે મનુષ્ય શાકંભરી દેવીની સ્તુતિ,જપ,પુજા અને વંદન કરે છે તે સત્વરે અન્ન પાણી તેમજ અમૃત રૂપ ફળનો ભોક્તા થાય છે શાકંભરી ભારતીય ધર્મમાં ધનની દેવી લક્ષ્મી ગણાય છે અને અન્નની દેવી અન્નપુર્ણા ગણાય છે શાકંભરી દેવી ભુખ્યાઓની જઠરાગ્ની ઠારવા દેવી જગદંબા શાકંભરી દેવી તરીકે પ્રગટયા હતા જેનો મહીમાં દુર્ગ સપ્ત સતીના અગીયારમાં અદયાયમાં વર્ણવેલ છે કેશોદના વાઘેશ્વરી મંદિરે તા.૨૧ થી તા.૨૮ સુધી દરરોજ વિવિધ શાકભાજીનો શૃંગાર કરવામા આવે છે જેનો દર્શનાર્થીઓ દર્શનનો લાભ લેવા વાઘેશ્વરી મંદિરના પુજારી ઉમંગ મહેતાએ જણાવ્યું હતું.