બ્યુરોચીફ: અંકુર ઋષિ રાજપીપળા
ડોક્ટર દમયંતી બા પ્રદિપસિંહ સિંધા દરેક કાર્યમાં ખૂબ મહેનત કરે છે તેઓ કેન્સરના દર્દીને માત્ર અને માત્ર એક રૂપિયામાં સારવાર કરે છે તેઓ વનસ્પતી અને જડીબુટ્ટીઓ માંથી દવા બનાવી અનેક રોગોની સારવાર કરી રહ્યા છે જેવા કે કેન્સર,લકવા, ડાયાબિટીસ નિસંતાન દંપતી, સ્કીન સફેદ, કોઢ, કિડની ,પથરી વગેરેનો ઈલાજ તેઓ કરે છે અને વનસ્પતિ અને જડીબુટ્ટીઓની દવા માટે દેશ-વિદેશમાંથી લોકો આવે છે અને સારા પણ થાય છે તેના કાર્યથી ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં તેમનું નામ સમાવેશ થયું છે અને નવો રેકોર્ડ બન્યો છે જે આપણા માટે ખુબ ગૌરવની વાત છે આ ઉપરાંત તેમને અનેક ઍવૉર્ડ મળ્યા છે ઇન્ટરનેશનલ વર્લ્ડ રેકોર્ડ legend of the world, વુમન એક્સેલેન્સ એચિવમેન્ટ એવોર્ડ , ગુજરાત કોરોના ક્ષત્રિય ઓરિએન્ટ વગેરે જેવા અનેક એવોર્ડો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ માં પણ જોડાયેલા છે.અત્યારે તેઓ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રચાર અને પ્રસારના કાર્ય કરી રહ્યા છે જેનાથી યોગ ઘર સુધી પહોંચે ,લોકો નીરોગી અને સ્વસ્થ રહે આજ તેમનો હેતુ છે. આમ દમયંતી બા જનસેવા એ જ પ્રભુસેવા સમજે છે અને દરેકને સમભાવે જોવે છે પશુ હોય કે પક્ષી હોય દરેક પ્રત્યે ખૂબ લાગણી ધરાવે છે અને જીવ દયાએ જ પ્રભુસેવા છે તેવું કહે છે સરળ વ્યક્તિત્વ ધરાવનાર એવા દમયંતીબા લોકોના સ્વાસ્થ્ય અને રાષ્ટ્રના નિર્માણ માટે અનેક કાર્ય કરી રહ્યા છે દરેક કાર્ય ઉત્સાહપૂર્વક કરે છે અને તેમના પતિ પ્રદીપસિંહ પણ તેને ખૂબ જ સાથ-સહકાર આપે છે આમ બંને દંપતી દરેક કાર્ય નિષ્ઠાથી કરે છે.