અમરેલી: રાજુલા 108 ની ટીમે એમ્બ્યુલન્સ ની અંદર જ ડીલીવરી કરાવી માતા તથા બાળક ની જીંદગી બચાવી

Amreli Latest
રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી

સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામ ની સીમમાં ખેત મજુર ગભૅવતી મહિલાને પ્રસુતિ ની પીડા ઉપડતા રાજુલા 108 નાં ઈએમટી વળીયા અજય તથા પાઈલોટ ભરતભાઇ ચૌહાણ ની ટીમ ધટના સ્થળે પહોંચી મહિલા ને તપાસી સાવરકુંડલા તરફ રવાના થયા હતાં પણ રસ્તા માં મહિલા ને પીડા વધી જતા એમ્બ્યુલન્સ ના ઈએમટી વળીયા અજય દ્રારા એમ્બ્યુલન્સ ની અંદર જ નોર્મલ ડિલિવરી કરાવી હતી

જયાં બાળક ના માથા ફરતે ગભૅનાળ વીટાયેલી હતી જેને સાવધાની પૃવૅક સરકાવી ત્યારબાદ બાળક ને હેલોજન થી ગરમી આપી તાત્કાલિક સાવરકુંડલા સરકારી હોસ્પિટલ માં પહોચાડવા માં આવ્યા હતાં.મહિલા ના પરીવારે ઈએમટી વળીયા અજય તથા ભરતભાઈ ચૌહાણ નો આભાર વ્યક્ત કર્યો હતો.ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લા 108 એમ્બ્યુલન્સ ના ઈએમઈ શ્રી અમાનત અલી નકવી ના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમ સારી કામગીરી કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *