રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા
શહેરા એ.પી.એમ.સીના ચેરમેન અને વાઈસ ચેરમેનની બિનહરીફ વરણી કરાઈ હતી.ભાજપ અગ્રણી અને કાર્યકરોમા ખુશીની લહેર છવાઈ ગઈ હતી.
શહેરા માર્કેટીંગ યાર્ડ ખાતે ભાજપ નો કેસરીયો લહેરાયો હતો. માર્કેટીંગ યાર્ડ ખાતે ચેરમેન અને વાઈસ ચેરમેનના પદની ચુંટણી માટે સભાખંડમાં ૧૦ વાગ્યાના સમયે ચૂંટણી અધિકારી અને જિલ્લા રજીસ્ટ્રાર્ડ બી.બી.ભાભોરની અધ્યક્ષતામાં નવા ચૂંટાયેલા ડિરેક્ટર્સની બેઠક શરૂ થઈ હતી.જેમાં એપી.એમ.સીના ચેરમેન તરીકે રંગીતસિંહ બામણીયા અને વાઈસ ચેરમેન પદે જશુભાઈ પટેલની સર્વાનુમતે બિન હરીફ વરણી કરાઈ હતી, ખેડૂત અને વેપારી વિભાગમાંથી ચૂંટાયેલ બન્ને પ્રતિનિધીઓએ શહેરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ સૌ પ્રથમવાર હાંસલ કર્યું હતુ.જેથી તેઓના ટેકેદારો સમર્થકો અને ભાજપના કાર્યકરોમાં આનંદની લાગણી પ્રસરી હતી. તમામ ડિરેક્ટરોએ ચેરમેન અને વાઈસ ચેરમેનને ફૂલહાર પહેરાવી મીઠાઈ ખવડાવી આવકાર્યા હતા.આ વખતે પણ ભાજપ એ પોતાનુ શાસન જાણવી રાખ્યુ હતુ.