રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા
શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે વેક્સિનેશનનો પારંભ પ્રાંત અધિકારીએ કરાવ્યો હતો.તાલુકા મા પ્રથમ વેક્સિન આરોગ્ય અધિકારી ભરત ગઢવીએ મુકાવી હતી.રસીકરણ કેન્દ્ર ની જિલ્લા કલેકટર અમિત અરોરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવી સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
વિશ્વમાં સૌથી મોટા અને ઐતિહાસિક રસિકરણની જેમાં ગણતરી કરવામાં આવે છે તેનું શનિવારના રોજ સમગ્ર ગુજરાતમાં કોરોના વેકસીન ના ટીકાકરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત શહેરાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે શહેરા નગરપાલિકાના પ્રમુખની અધ્યક્ષતામાં તેમજ સરકારી અધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે સૌપ્રથમ દીપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. કાર્યક્રમ માં આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.શહેરાના પ્રાંત અધિકારી જય બારોટે પોતાના પ્રવચન દરમિયાન આરોગ્ય કર્મીઓ,વહીવટી કર્મીઓ તેમજ પોલીસની કામગીરીને બિરદાવવામાં આવી હતી અને કોરોનાકાળ દરમિયાનમાં થયેલા સંક્રમિત લોકોની યાદી અને અટકાવવામાં માટે લીધેલા પગલાઓથી વાકેફ કર્યા હતા.કોરોના રસીકરણ ના ટીકાકરણ માં સૌપ્રથમ દિવસે ૧૦૦ જેટલાં આરોગ્ય કર્મચારીઓને કોરોનાનું ટીકાકરણ કરવામાં આવ્યું હતું.જેમાં સૌપ્રથમ શહેરા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ ભરત ગઢવી ને કોરોના રસીનું ટીકાકરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ખાનગી દવાખાનાના તબીબોને ટીકાકરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા સમાહર્તા અમિત અરોરા એ પણ શહેરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવી સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો સાથે જ ટીકાકરણ કરેલા કોરોના ના ફ્રન્ટ વોરિયર્સને ગુલાબના પુષ્પગુચ્છ આપી બિરદાવવામાં આવ્યા હતા.પહેલા દિવસે થયેલા રસિકરણના કાર્યક્રમમાં શહેરા તાલુકા મામલતદાર મેહુલ ભરવાડ, તાલુકા આરોગ્ય અધિકારી ડો.ભરત ગઢવી, સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડૉ અશ્વિન રાઠોડ, જિલ્લા ક્ષય અધિકારી પરમજીત બરૂઆ, ભાજપ તાલુકા પ્રમુખ મગન પટેલિયા, મહામંત્રી સંજય બારીઆ અને કડક સોશિયલ ડિસ્ટન્સના અમલવારી વચ્ચે આરોગ્ય કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.