રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં બીજેપીના પ્રવાસ દરમ્યાન મુકતુપુર જીલ્લા પંચાયત સીટનો પ્રવાસ કરતા જુનાગઢ જીલ્લા ભાજપનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ,આગેવાનો, જીલ્લા પંચાયત ચુંટણી બાહ્ય અને સ્થાનિક ઈન્ચાર્જ , તાલુકા પંચાયત શીટ નાં બાહ્ય અને સ્થાનિક ઈન્ચાર્જ , તાલુકા હોદ્દેદારો, સરપંચો, માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટરો અને શકિત કેન્દ્રના પ્રમુખ બુથના વાલી બુથના પ્રમુખ અને મંત્રી કાર્યકર્તાઓ સાથે ચુંટણી લક્ષી બેઠક યોજવામાં આવેલ જેમા બોહળી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હજાર રહ્યા હતા.