બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા
હડતાળ,આવેદન બાદ સિવિલ સર્જન જ્યોતિ ગુપ્તાએ અંગત રસ દાખવી ગાંધીનગર રજુઆત કરતા બે મહિનાનો પગાર મળ્યો
નર્મદા જિલ્લાની વડી રાજપીપળા સિવિલ હોસ્પિટલ ના 150 જેવા આઉટસોર્સ કર્મચારીઓને નવેમબર અને ડિસેમ્બર મળી બે માસનો પગાર ન મળતા થોડાક દિવસ પર આ તમામ કર્મચારીઓ એ હડતાળની ચીમકી આપી નર્મદા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું ત્યારબાદ સિવિલ સર્જન જ્યોતિ ગુપ્તાએ કર્મચારીઓની તરફેણમાં અંગત રસ દાખવી ગાંધીનગર નિયામકને પત્ર લખી અહીંની સ્થિતિ બાબતે જાણ કરી તમામ આઉટસોર્સ કર્મચારીઓને જૂની પદ્ધતિ મુજબ પગાર કરવાની રજુઆત કરતા આજે તમામ આઉટસોર્સ કર્મચારીઓને બે મહિનાનો બાકી પગાર મળતા રાહત થઈ હતી.આમ સિવિલ સર્જને અંગત રસ દાખવતા કર્મચારીઓમાં ખુશી જોવા મળી હતી.