નર્મદા: કેવડિયાના ઈતિહાસમાં પ્રથમ વખત ટ્રેન આવી, વિકાસના દ્વાર ખુલ્યા

Narmada
બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 મી જાન્યુઆરી, 2021ના ​​રોજ કેવડિયાને દેશના વિવિધ પ્રદેશોથી જોડતી 8 ટ્રેનોને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રવાના કરશે. આ ટ્રેનો સ્ટેચ્યુ યુનિટીને કનેક્ટિવિટી પ્રદાન કરશે. PM મોદી આ કાર્યક્રમ દરમિયાન ગુજરાતમાં રેલવે સંબંધિત અન્ય અનેક પ્રોજેક્ટ્સનું ઉદઘાટન પણ કરશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી અને કેન્દ્રીય રેલવે પ્રધાન ઉપસ્થિત રહેશે

PM મોદી ડભોઈ-ચાંદોદ બ્રોડગેજ રેલ્વે લાઈન, ચાંદોદ-કેવડિયા નવી બ્રોડગેજ રેલ્વે લાઈન, નવી વિદ્યુતકૃત પ્રતાપનગર-કેવડિયા વિભાગ અને ડભોઈ જંકશન, ચાંદોદ અને કેવડિયા નવા સ્ટેશન બિલ્ડિંગનું ઉદઘાટન કરશે. આ ઈમારતો સ્થાનિક સુવિધાઓ અને આધુનિક મુસાફરોની સવલતોથી સુંદર રીતે બનાવવામાં આવી છે. કેવડિયા સ્ટેશન એ ગ્રીન બિલ્ડિંગનું સર્ટિફિકેટ મેળવનારું ભારતનું પહેલું રેલ્વે સ્ટેશન છે. PM મોદી ડભોઈ-ચાંદોદ બ્રોડગેજ રેલ્વે લાઈન, ચાંદોદ-કેવડિયા નવી બ્રોડગેજ રેલ્વે લાઈન, નવી વિદ્યુતકૃત પ્રતાપનગર-કેવડિયા વિભાગ અને ડભોઈ જંકશન, ચાંદોદ અને કેવડિયા નવા સ્ટેશન બિલ્ડિંગનું ઉદઘાટન કરશે. આ ઈમારતો સ્થાનિક સુવિધાઓ અને આધુનિક મુસાફરોની સવલતોથી સુંદર રીતે બનાવવામાં આવી છે. કેવડિયા સ્ટેશન એ ગ્રીન બિલ્ડિંગનું સર્ટિફિકેટ મેળવનારું ભારતનું પહેલું રેલ્વે સ્ટેશન છે.

નવી બનેલી બ્રોડગેજ લાઈન ચાંદોદ સ્ટેશનથી કેવડીયા સ્ટેશન સુધી 31 કિમી નું નિરિક્ષણ કમિશનર રેલ્વે સેફટી, પશ્ચિમ સર્કલ દ્વારા 15 મી જાન્યુઆરીએ કરાયું હતું, 15મી એ મોડી સાંજે 130 કિ.મીની ઝડપે કેવડિયા ટ્રાયલ રન માટે ટ્રેન આવી પહોંચી હતી. વડોદરાથી કેવડિયા રેલ અંતર 90.કિ.મી.નું થાય છે જો 100 ની સ્પીડ પર ગાડી ચાલે તો 1.45 કલાક અને 130 કિમિની સ્પીડમાં ચાલે તો 1.20.મિનિટ અને 150ની સ્પીડમાં ટ્રેન ચાલે તો માત્ર 65 મિનિટમાં વડોદરાથી રેલવે કેવડિયા પહોંચી જશે. કેન્દ્રીય રેલવેની કમીશન ઓફ રેલવે સેફટીની ટિમે કેવડિયાથી રેલવે ટ્રેકની વિઝીટ હતી.

અગાઉ પ્રતાપ નગર રેલવે ટ્રેકનું રેલવેની સીઆરએસ ટીમે વિઝિટ કરી ઇસ્પેકસન કરી ફાઈનલ રિપોર્ટ કરી દીધો હતો.કેવડિયા રેલ્વે ટ્રેક પર 130 ની સ્પીડે ટ્રેનને સફળતા પૂર્વક દોડાવવામાં આવી હતી, કેવડિયાના ઈતિહાસમાં પ્રથમ વખત ટ્રેન આવતા ટ્રેનને જોવા માટે લોક ટોળા ઉમટી પડ્યા હતા.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ચાંદોદ કેવડિયા રેલવે ટ્રેકનું ઈસ્પેકશન બાકી હતું. છેલ્લા બે દિવસથી રેલવેની કમીશન રેલવે સેફટીની ટિમ દ્વારા ટ્રેકનું ઇસ્પેકસન કરવામાં આવી રહ્યું હતું. રેલવેની સેફટી ટીમના રીપોર્ટ બાદ જ રેલવે ટ્રેક પર રેલવેને દોડાવવામાં આવે છે. સીઆરએસના મુખ્ય ઓફિસર આર.કે.શર્મા, ડિવિનઝનલ રેલવે મેનેજર દેવેન્દ્ર કુમાર તેમજ તેઓની ટીમે સાંજ સુધીમાં ચાંદોદ કેવડિયા રેલવે ટ્રેકની વિઝિટ પૂર્ણ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *