બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા
ઇકો લઈ જઈ રહેલા 3 વ્યક્તિઓ ઉજ્જૈન દર્શન કરી પરત ફરતા હતા ત્યારે બે ને કાળ ભરખી ગયો
રાજપીપળા નજીકના નાના લીંટવાડા પાસેના કરજણ બ્રિજ ઉપર આજે એક ઇકો ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માત થતા બે વ્યક્તિઓનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે એકને ઇજા થઈ હતી. નાના લીંટવાડા ના કરજણ પુલ પરથી પુરપાટ પસાર થઇ રહેલી ટ્રક નં.MH.20.AT.6291 ચાલકે સામેથી આવતી ઇકો ગાડી નં.GJ.17.UU.7129 સાથે ધડાકાભેર અથડાતા ઇકો ગાડી નો ખુરદો બોલાઈ ગયો હતો અને ઇકો ગાડી પુલની રેલિંગ ઉપર અઘ્ધર થઈ ગઈ હતી. જેમાં ઇકોમાં સવાર ત્રણ વ્યક્તિઓ ઉજ્જૈન દર્શન કરી પરત ફરતા હતા ત્યારે અકસ્માત નડયો જેમાં અક્ષય નગીનભાઈ પંચાલ અને દિનેશ ગુજલાભાઈ રાઠવા, રહે.પંચમહાલનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જ્યારે ધર્મેન્દ્ર બાબરભાઈ બામણિયાની ઇજાઓ થઈ હતી.અકસ્માત કરી ટ્રક ચાલાક ટ્રક લઈ નાસી છૂટ્યો હતો.ઘટનાની જાણ થતાં રાજપીપળા પોલીસ અને 108 ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. રાજપીપળા પોલીસે ટ્રક ચાલાક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.