પંચમહાલ જિલ્લામાં ઉતરાયણના પર્વના દિવસે ચાઇનીઝ દોરીથી બે બાઇક પર જતા વ્યક્તિઓના મોત નિપજયા હતા.કાલોલ ના વેજલપુર પાસે પસાર થતા બાઇક સવાર ને ચાઇનીઝ દોરીથી ઘાયલ થતા મોત નીપજ્યું હતું. જ્યારે સંતરામપુર તાલુકાના નાનીરેલ ગામના સુભાષભાઈ સંગાડા કોઈ કામ અર્થે પોતાની બાઇક લઇને નીકળ્યા હતા.મોરા થી મોરવા હડફના હાઇવે પર થી પસાર થતી વખતે રસ્તા ઉપર કપાયેલા પતંગની ચાઈનીઝ દોરી સુભાષભાઈ ખુમાભાઇ સંગાડાના ગળાના ભાગે આવી જતા તેઓ બાઇક પરથી નીચે પડી ગયા હતા. જેથી તેમને શરીરે અને ગળાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેઓ સ્થળ પર જ બેહોશ થઈ જતા રાહદારીઓ સાથે વાહનચાલકો મદદ માટે આવી ગયા હતા. લોહી લુહાણ હાલત મા ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. મનુષ્ય માટે ઘાતક ચાઇનીઝ દોરી ઘવાયેલા સુભાષ ભાઈનુ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનેલ બનાવ બાદ મૃતકના પરિવારજનોમાં ઘેરો શોક છવાયો હતો. પતંગ રસિકોના ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવવાની ઈચ્છાના કારણે દર વખતની જેમ આ ઉતરાયણ પર્વના દિવસે એક પરિવારનોનો ઘરનો મુખ્ય સભ્ય છીનવાઈ ગયો હતો.