રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ નવી જેટી નજીક પંજાબ વિસ્તારમાં અચાનક આગ લાગી હતી. પંજાબ જેટી વિસ્તારમાં પાર્કિંગ મા મુકેલી બોટો મા અચાનક આગ લાગતા વ્યાપક નુકસાન થયું હતું 3 બોટો બળીને ખાક જ્યારે 2 બોટમાં વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. આગના ધુમાળા દૂર દૂર થી નજરે ચડયા હતા. પાલીકા ફાયર ફાઈટર અને યુવાનો દ્વારા આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો ખારવા સમાજના આગ્રણીઓ સહિત આગેવાનો અને ડીવાયએસપી પુરોહિત, પીઆઇ રાઠોડ સહિત પોલીસ કાફ્લો ઘટના સ્થળે પહોંચ્યો. ચોરવાડ કેશોદ અને વેરાવળથી ફાયર ફાઇટર બોલાવાયા. આગ લાગવાનો ચોકકસ કારણ જાણવા નથી મળ્યું પરંતુ કોલ્ડ રૂમમા આવેલા થર્મોકોલના કારણે લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.