રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા
શહેરામાં ઉત્તરાયણ પર્વના દિવસે પોલીસ દ્વારા ડ્રોનથી બાજ નજર રાખવામાં આવી હતી.નગરના વિવિધ વિસ્તારમા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તાલુકામાં પતંગ દોરાથી ઘવાયાનો એક પણ બનાવ બન્યો ન હતો..
પંચમહાલ જીલ્લાના શહેરામાં ઉતરાયણ પર્વને લઇને ભારે ઉત્સાહ તાલુકા વાસીઓમાં જોવા મળી રહયો હતો, ઉતરાયણ પર્વના દિવસે કોરોનાના ગાઈડલાઈનનું પાલન કરાવા માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું હતુ. નગરના બસ સ્ટેશન, મેઇન બજાર, નાડારોડ,અણિયાદ ચોકડી, સિંધી ચોકડી સહિતના વિસ્તારમા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જ્યારે પોલીસ મથકના પી.આઈ એમ.આર.નકુમ દ્વારા સમગ્ર બંદોબસ્ત પર નજર રાખવામા આવી હતી,વધુમાં કોરોના ગાઇડલાઇન નું લોકો પાલન કરે તે હેતુથી ડ્રોન થકી નગરના વિસ્તારોમાં પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવી હતી.ઉતરાયણ પર્વની પંથકના લોકો દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરાઇ હતી.