શહેરા સહિત સમગ્ર તાલુકામાં ઉત્તરાયણ પર્વની ધામધુમથી ઉજવણી કરવામા આવી..

Latest Panchmahal shera
રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા

શહેરામાં ઉત્તરાયણ પર્વની ઉજવણી દાન-પુણ્ય ના સથવારે કરાઇ હતી એ…લપેટ ની બૂમો થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતુ મહિલાઓએ ગૌમાતાઓને ઘુઘરી તેમજ ઘાસ ખવડાવી પુણ્ય મેળવ્યુ હતુ. રંગબેરંગી પંતગોથી આકાશ છવાઇ ગયુ હતુ.

શહેરા સહિત સમગ્ર તાલુકામાં ઉત્તરાયણ પર્વની ધામધુમથી ઉજવણી કરવામા આવી હતી વહેલી સવાર થી પતંગરસીકો અગાશી પર પતંગ ચગાવી આનંદ માણ્યો હતો.અને સાથે મહીલાઓએ પણ વહેલી સવારે ગાયને ઘુઘરી -ઘાસ ખવડાવીને પુણ્ય મેળવ્યુ હતું,પવના સારો હોવાને કારણે પતંગ રસિકો ગેલમા આવી ગયા હતા.આકાશ સવારથી પતંગોથી છવાઇ ગયુ હતુ.કાયપો છે….. એ ….લપેટના નારા પણ લાગ્યા હતા.ધાબા પર તલ ચીક્કી,શેરડી ,જામફળ,ઉધીયાની પણ જયાફત ની મજા પણ લોકો એ માણી હતી.કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.પ્રજારક્ષક ગણાતા પોલીસ જવાનો ને પણ ઉત્તરાયણ કરવાની ઈચ્છા થતી હોય છે પણ તેમને ઉત્તરાયણના પર્વે પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પુરતી તકેદારી રાખી બંદોબસ્તમા ફરજ નિભાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *