બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા
ડેડીયાપાડા પો.સ્ટે. વિસ્તારમાં મોટર સાયકલ ચોરીના બનાવ બાબતે વોચ રાખી વાહન ચેકીંગની કામગીરી હાથ ધરતા ડેડીયાપાડા પો.સ્ટે. વિસ્તારની મોટર સાયકલો મહારાષ્ટ્ર વિસ્તારમાં જતી હોવાની બાતમી ના આધારે મહારાષ્ટ્ર બોર્ડર ઉપર વાહન ચેકીંગ હાથ ધરવામાં આવતા તે દરમ્યાન એક નંબર પ્લેટ વિનાની કાળા રંગની હોન્ડા શાઇન મોટર સાયકલ આવતા આ મોટર સાયકલ ચાલકને પકડી મોટર સાયકલના કાગળો તથા અન્ય વધુ પુછપરછ કરતા સંતોષકારક જવાબ નહી મળતા આ મોટર સાયકલના એજીન નંબર તથા ચેસીસ નંબર પોકેટ કોપ મોબાઇલ એપ્લીકેશન ઉપર ચેક કરતા આ મોટર સાયકલ ડુમખલ ગામેથી ચોરાયેલ હોવાની અને ડેડીયાપાડા પો.સ્ટે. માં મોટર સાયકલ ચોરીનો ગુનો રજીસ્ટર થેયલ હોય આ મોટર સાયકલ ગુનાના કામે કબજે લઇ આરોપી પ્રશાંત ઉર્ફે પ્રવિણ સખારામ વસાવે રહે. મોખ, દુકાન ફળીયુ. તા.વડગાંવ જી.નંદુરબારની વધુ પુછપરછ કરતા તેણે અન્ય આરોપીઓ સાથે મળીને બીજી બે મોટર સાયકલ ચોરેલ હોવાનું કબુલાત કરતાએ મોટર સાયકલો સુરત ગ્રામ્ય વિસ્તારના કામરેજમાંથી સ્પ્લેન્ડર પ્લસ તથા માંગરોલ વિસ્તારમાંથી પેશન પ્રો ચોરી કરેલ હોવાનું જણાવેલ છે.એ બંન્ને મો.સા. આરોપી પાસેથી કબજે કરવામાં આવી છે. જેથી ડેડીયાપાડા પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન કરી ડેડીયાપાડા પો.સ્ટે. સહિત સુરત ગ્રામ્યના મળી કુલ-૩ અનડીટેક્ટ ગુના ડીટેક્ટ કરી આગળની તપાસ માટે ડેડીયાપાડા પો.સ્ટે.ને સોંપી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.