રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા
છેલ્લા ૧૫ દિવસ ઉપરાંતથી ગટરનું ગંદુ પાણી રોડ ઉપર ફરી વળ્યું હોવાથી રોડ પર ગંદકી ફેલાઈ…
પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં આવેલ ભાવસાર હોસ્પિટલ સામે ગટરોની સાફ સફાઈ કરવામાં આવતી ન હોવાના કારણે ગટરો ઉભરાતા ગંદકીનું સામ્રાજ્ય થયું હોય એવા દ્રશ્યો છેલ્લા ૧૫ દિવસ ઉપરાંતથી જોવા મળે છે, તો ભાવસાર હોસ્પિટલ સામે ગટરો ઉભરાતા ગટરનું ગંદુ પાણી રોડ ઉપર ફરી વળતા રોડ પર કાદવ કીચડ થવાની ગંદકી ફેલાઈ રહી છે,જેના કારણે ત્યાંથી અવર જવર કરતા રાહદારીઓ તેમજ સ્થાનિક રહીશો પરેશાન થઈ રહ્યા છે.જેથી પાલિકા તંત્ર દ્વારા વહેલીતકે આ વિસ્તારમાં ગટરોની સાફ સફાઈ કરાવવામાં આવે તો અહીં ફેલાયેલ કાદવ કીચડ દૂર થાય અને અવર જવર કરવામાં તકલીફ ન પડે તેમ છે.