મોરબી: પલાસણ ગામે ગૌવંશો પર થતા સતત હુમલાઓને અટકાવવા હળવદ પોલીસ આવી એક્સનમાં…

Latest Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

હળવદ શહેર અને તાલુકા ના જુદા જુદા ગ્રામ્ય વિસ્તાર માં ગૌવંશો ઉપર જીવલેણ હુમલાઓ નો સિલસિલો યથાવત છે ત્યારે હળવદ તાલુકા ના પલાસણ ગામે છેલ્લા પાંચેક દિવસ થી સતત ગૌવંશો પર જીવલેણ હુમલાઓ થઈ રહ્યા છે ત્યારે જીવદયા પ્રેમીઓ દ્વારા આવા અસામાજિક તત્વો ને પકડી પાડી અને તેમના વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવા અનેકવખત આવેદન અને લેખિત મૌખિક અરજીઓ કરી હોય જેને ધ્યાન માં લઈને આજરોજ હળવદ પી.આઈ દેકાવાડિયા સહિત ગૌસેવકો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઘાયલ ગૌવંશો ની સારવાર કરી અને ગંભીર રીતે ઘાયલ ગૌવંશો ને હળવદ શ્રી રામ ગૌશાળા ખાતે રીફર કર્યા હતા અને સરપંચ સહિત ના ગ્રામજનો ને મળી અને આ પ્રકાર ના શરમજનક બનાવો અટકે તે માટે ની ઘટતી કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *