મોરબી જિલ્લાના હળવદ તાલુકાના માલણીયાદના ટ્રેનિંગ પૂર્ણ કરી પરત આવેલ જવાનનું ગામમાં ભવ્ય સ્વાગત કરાયું.

Latest Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના માલનીયાદ ગામના ચંદ્રેશ પરમાર પોતાના વતન પરત પહોંચ્યા ગામજનોને માલનીયાદ મોટી સંખ્યા પહોંચી દેશભક્તિના ગીત સંગીત સાથે ભવ્ય શોભાયાત્રા કાઢી હતી.ટ્રેનિંગ પૂર્ણ કરી આર્મી જવાન માદરે વતન માલનીયાદ ગામે આવી પહોંચ્યા તેમનું ગામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આર્મી જવાન ચંદ્રેશ પરમાર ના સ્વાગત સમારોહમાં ગામના સૌ આગેવાનો-સરપંચ-તેમજ પરિવારજનોએ પણ તેમનું ફુલહાર થી સ્વાગત કર્યું હતું અને શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે સમગ્ર ગામ હિલોળે ચડયું હતું ગામમાં ઉત્સવનો માહોલ સર્જાયો હતો.

આર્મી જવાન ચંદ્રેશભાઈ પરમાર સ્વાગત સમારોહ પ્રત્યુત્તર આપતા જણાવ્યું કે દેશની સેવાઓમાં સરહદો સાચવવા જોડાવા ઇચ્છતા મારા ગામના યુવાનો હું આ જરૂરી તમામ માર્ગદર્શન આપીશ અને સેવાઓમાં જોડાવા આહવાન કરું છું આજે મારું ગામનાલોકો જે ઉષ્માભયું ભવ્ય સ્વાગત સન્માન કર્યું તે માટે ગામના આગેવાનો યુવાનો તો ગ્રામજનોનો આભાર વ્યક્ત કરું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *