રિપોર્ટર: જીતુ પરમાર, માંગરોળ
જુનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે યોજાય બેઠક માં ખાસ તો વર્ષો ની તપસ્યા બાદ હિન્દુ સમાજ ના આરાધ્ય દેવ અને હિન્દુઓ ના એકતા ના પ્રતિક ભગવાન શ્રી રામ નુ ભવ્ય મંદિર નુ નિર્માણ અયોધ્યા મા થઈ રહ્યુ છે ત્યારે સાધુ સંતો અને સમિતિના અધિકારીઓ દ્વારા સર્વે લોકોને તન મન ધન થી યથાશક્તિ યોગદાન આપી આ ભવ્ય કાર્ય મા જોડાવા અપીલ કરવામા આવી હતી આ કાર્યક્રમ મા વિશ્વ હિન્દુ પરિષદ ના કેન્દ્રીય અધિકારી તેમજ રાષ્ટ્રીય પ્રવક્તા દેવજીભાઈ રાવત ના માર્ગદર્શન અનુસાર શ્રી રામ જન્મ ભુમિ મંદિર નિર્માણ નિધી સમિતિ માંગરોળ દ્વારા ૧૫ જાન્યુઆરી થી ૨૭ ફેબ્રુઆરી સુધી માંગરોળ તાલુકા મા રહેતા સમસ્ત હિન્દુ ઓ ના ઘરે ઘરે જઈ શ્રીરામ મંદિર માટે નિધી એકત્રિત કરવા મા આવશે. આ પ્રસંગે હિન્દૂ સમાજના આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં રામભક્તો હાજર રહયા હતા.