ભારતના ચૂંટણી પંચના આદેશ અનુસાર આજે 14 દિયોદર મત વિભાગમાં નાયબ કલેકટર એમ.કે.દેસાઈના કચેરી દિયોદરની સૂચના થી સેકટર ઓફિસર બી.એ.રાઠોડ,તેમજ એ.ટી.જોષી, તેમજ જામાભાઈ પટેલ એ આજે છેલ્લા દિવસે દરેક બુથ પર જઈ રૂબરૂ મુલાકાત લીધી હતી. જેમાં મતદારયાદી સુધારણા અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા ત્યારે આજે છેલ્લા દિવસે પણ દરેક બુથ પર સોશિયલ ડિસ્ટન્સ સાથે મતદારો પોતાના સુધારા વધારા કરવા માટે પહોંચ્યા હતા.