રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ગીર સોમનાથ વેરાવળ પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે ખાટકીઓ સોમનાથ ટોકીઝ વિસ્તારમાં ગૌવંશને કતલખાને લઇ જવાતા હોય બાતમીને આધારે વેરાવળ પોલીસ ઇન્સ્પેક્ટર પરમારએ ટીમ સહીત સોમનાથ ટોકીઝ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરી અને તે વિસ્તારમાંથી બોલેરો ગાડી નંબર GJ10F7469 ધ્યાનમાં આવેલ અને તેમાંથી બે તસ્કરો (૧) યાશીનશાહ ઈબ્રાહીમશાહ (૨) જીબ્રાન આમદ ગાડી મૂકી નાશી ગયેલા અને તે ગાડીમાં ૧૧ ગૌવંશને જીવીત બચાવવામાં પોલીસ સ્ટાફને સફળતા મળેલ આ બંને તસ્કરોની શોધખોળ ચાલુ છે.
પો.ઇન્સ્પેક્ટર પરમાર તેમજ સમગ્ર પોલીસ સ્ટાફની બહાદુરી અને ગૌવંશોનો જીવ બચાવવા બદલ હિન્દૂ યુવા સંગઠનએ આ કાર્યને બિરદાવ્યું હતું.