મોરબી જિલ્લાના હળવદમાં કમોસમી વરસાદ બાદ આજે વહેલી પરોઢે ધુમ્મસ છવાઈ

Latest Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

મોરબી જિલ્લાના હળવદ પંથકમાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. છેલ્લા બે દિવસમાં કમોસમી વરસાદ વરસી ગયો ત્યારબાદ આજે વહેલી સવારે ધુમ્મસછાયું વાતાવરણ જોવા મળ્યું છે.

થોડા દિવસથી શિયાળાની ઋતુએ જમાવટ કરી હતી. પરંતુ છેલ્લા બે દિવસમાં વરસાદી માવઠું આવ્યું હતું. ત્યારે હવે ફરી મોરબીમાં હવામાનના રંગ બદલાયા છે. આજે વ્હેલી સવારે હળવદમાં ધુમ્મસ છવાઈ ગઈ હતી. ગાઢ ધુમ્મસના પગલે વાહન-વ્યવહારને અસર થઇ છે. ઝાકળના 10-15 ફૂટ જેટલા અંતરનું જોઈ શકાતું ન હતું. આથી, વાહનચાલકો અને રાહદારીઓ પર અકસ્માતનું જોખમ તોળાતું હતું. જો કે આજે ધુમ્મસ છવાઈ જતા ફરી ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *