રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા
બાબરા તાલુકાના ચમારડી અને ગમાપીપળીયા ગામ વચ્ચે 2 ટુવીલ વચ્ચે અકસ્માત સર્જાયો જેમા ૪ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી નાનજીભાઈ બેચરભાઈ ચૌહાણ ઉ.વ. ૭૦ રહે. ચમારડી અને ઘનશ્યામભાઈ શંભુભાઈ પરમાર ઉ.વ.૩૦ ગમાપીપળીયા, નેહાબેન ઘનશ્યામભાઈ પરમાર ઉ.વ.૨૫ ગમાપીપળીયા, મીહીર ઘનશ્યામભાઈ પરમાર ઉ.વ.૫ ગમાપીપળીયા બધાને ઈજાઓ પહોંચી હતી ત્યારે 108 દ્વારા સારવાર માટે તેમને પ્રથમ બાબરા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા ત્યાં ૨ લોકોની હાલત ગંભીર હોવાથી તેમને સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા ત્યારે બંને ટુ વ્હીલ વચ્ચે અકસ્માત સર્જાતા આજુબાજુના લોકો ત્યાં ભેગા થઇ ગયા હતા અને ૧૦૮ ને ફોન કરી ઇજાગ્રસ્તોને સારવાર માટે મોકલવામાં આવ્યા હતા.