રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
સમગ્ર ભારતમાં કૃષિ કાયદો રદ કરવા મામલે આજે ભારત બંધનું એલાન હોવાથી મોરબી જિલ્લાના હળવદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારત બંધના સમર્થનમાં રસ્તા ઉપર ઉતરી જતા પોલીસે સાત જેટલા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોની અટકાયત કરી હતી.
આ અંગે હળવદ પોલીસ સ્ટેશનના પી.આઈ પી.એ.દેકાવાડીયા ને પૂછતા તેઓ જણાવ્યું હતું કે ભારત બંધના સમૅથનમા હળવદમાં કોંગ્રેસના કાર્યકરો રોડ પર ઉતરી જતાં સાત જેટલા કાયૅકરોની અટકાયત કરી ધરપકડ કરવામાં આવી હતી. તમામ ને અટકાયતી પગલા લીધા બાદ તમામને છોડી મુકવામાં આવ્યા હતા. હાલ હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કોઈ અનિચ્છનિય બનાવ ના બને તે માટે સતત પંટ્રોલીગ ચાલુ રહેશે..