રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ ના હોમગાર્ડ યુનિટ દ્વારા ગતરોજ હોમગાર્ડ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. માંગરોળ હોમગાર્ડ યુનિટ દ્વારા કમાન્ડિંગ ઓફીસ સોરઠીયાની આગેવાની માં હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે સ્વચ્છતા કાર્યક્રમ અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ હોમગાર્ડ યુનિટ દ્વારા કોવિડ 19 અંતર્ગત લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી શહેરના મુખ્ય માર્ગો પર બેનરો લગાડી માઇક દ્વારા લોકોને રેલી મારફતે જાગૃત કરવામાં આવ્યા હતા.આ રેલી માંગરોળ પોલીસ સ્ટેશન થી જેલ ઝાપા થઈ લીંમડાચોક, ટાવરરોડ પર થઈ પોલીસ સ્ટેશન પહોંચી હતી.. આ ત્રિવિધ કાર્યક્રમોમાં માંગરોળ ના તમામ હોમગાર્ડ મિત્રો જોડાયા હતા.