હાલ સમગ્ર ભારતમાં કોરોના વાયરસ કહેર મચાવી રહ્યો છે તેને લઇ ને સમગ્ર ભારત માં લોકડાઉંન જાહેર કરવા માં આવ્યું છે ગુજરાત રાજ્ય માં તમામ જિલ્લા ઓ ને કોરોના ના કેસ પ્રમાણે રેડ ઝોને,ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોન આમ ત્રણ ઝોન માં વિભાજીત કરવામાં આવ્યા છે ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોન માં થોડી ઘણી છૂટછાટ આપવામાં આવી છે પરંતુ રેડ ઝોન માં ફક્ત જીવન જરૂરી ચિજવસ્તુઓ માટે જ છૂટ આપવામાં આવી છે પંચમહાલ જિલ્લા રેડ ઝોનની અંદર ગોધરા અને હાલોલમાં કેસ વધતા કાલોલ નગરપાલિકાએ આ પગલે તુરંત સજાગ થઇ માત્ર જીવનજરૂરી ચીજવસ્તુઓ સિવાયની દુકાનો બંધ રાખવા પાલિકા વિસ્તાર માં રીક્ષા ફેરવી આદેશો કર્યા હતા।
જેના પગલે શનિવાર ને ૯ મેં ના રોજ સવારે આવક ની લાલચ માં બિનજરૂરી ચીજ વસ્તુઓ વેચાણ કરનાર દુકાનદારો સામે પાલિકા હોદ્દેદારોએ દુકાનો બંધ કરાવી દંડ ફટકાર્યો હતો . કાલોલ નગરપાલિકાએ બિનજરૂરી ખુલ્લી રાખતા દુકાનદારો તેમજ માસ્ક વગર ના નગર માં લટાર મારવા નીકળેલા લોકો પાસેથી તેમજ બીજ જરૂરી ચીઝ વસ્તુઓ દુકાન ખોલવા બાદલ ૪૫૦૦ જેટલો દંડ વસૂલયો હતો .