બનાસકાંઠા: દિયોદર સુજલામ કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તેવો પરિપત્ર જાણી ખેડૂતોએ આંદોલન કરવાની આપી ચીમકી..

Banaskantha
રિપોર્ટર: દશરથ સોઢા,દિયોદર

દિવાળીના તહેવારો બાદ રાજ્ય સરકારે કેનાલમાં સિંચાઇનું પાણી છોડવાની વાત કરી હતી. હાલમાં રવિ સિઝન ટાંણે નર્મદા અને સુજલામ-સુફલામ સહિતની કેનાલો આધારીત ખેડૂતો સિંચાઈ માટેનું પાણી મેળવવા ની કામગીરીમાં લાગ્યા છે. પરંતુ નર્મદા કેનાલમાં સિંચાઇનું પાણી છોડવાની વાત સામે સુજલામ-સુફલામ કેનાલમાં પાણી નહીં આવે તેમ જણાવવામાં આવ્યું હતું.તેથી ખેડૂતોએ પાણી પુરવઠા વિભાગનો પરીપત્ર જોઇ સુજલામ કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી આપી.બનાસકાંઠા જીલ્લાના દિયોદર તાલુકાના જશાલી પંથકના ખેડૂતોએ સુજલામ-સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી માંગ કરી છે. ગત દિવસો માં નાયબ મુખ્યમંત્રીએ સિંચાઇ માટે કેનાલોમાં પાણી આપવાની જાહેરાત કરી હતી. આ પછી નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગે પરીપત્ર કરી મોટા જથ્થામાં પાણી છોડવાનુ નક્કી કર્યુ છે. જોકે તેમાં માત્ર નર્મદા કેનાલમાં પાણી છોડવાની વાત સામે સુજલામ-સુફલામ કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તેમ કહ્યું છે.આવી સ્થિતિમાં દિયોદર પંથકમાં સુજલામ કેનાલ આધારીત ખેડૂતો રોષે ભરાયા છે. નર્મદા સહિતના અનેક તાલુકાઓમાં સુજલામ-સુફલામનું નેટવર્ક આવેલુ છે. હાલ શિયાળા ની સિઝનમાં ઘઉં, રાયડો, જીરૂં સહિતના પાકો પુરબહારમાં હોઇ ત્યારે પિયત માટે પાણીની જરૂરીયાત ઉભી થઇ છે. જેમાં નર્મદા કેનાલમાં પાણી મળવાની રાહત વચ્ચે સુજલામ-સુફલામ કેનાલને બાકાત રાખવામાં આવતાં સંબંધિત ખેડૂતો ચોંકી ગયા છે. આથી આગામી ટુંક સમયમાં સુજલામ કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો ઉપવાસ સહિતનું આંદોલન કરવાની ચીમકી આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *