રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ વિવેકાનંદ સ્કૂલ ખાતે કોંગ્રેસના વરિષ્ટ નેતા અને સલાહકાર અહેમદ પટેલનું મરણ થતાં શોક સભા યોજાઇ હતી સભામાં ખાસ તેમના સાથી અને પુર્વ ઉર્જા મંત્રી ડો ચંન્દ્રીકાબેન ચુડાસમા હાજર રહયા હતા અને માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ ખીમભાઈ પરમાર, નગરપાલિકા પ્રમુખ મહમદ હુસેન જાલા, સહીતના હિન્દુ મુસ્લીમ સમાજના આગેવાનો હાજરી આપી હતી અને સ્વ અહેમદ પટેલને ફોટો દ્વારા શ્રધ્ધાંજલી આપી હતી આ તબ્બકે બે મીનીટનું મૌન પાળી અહેમદ પટેલના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરાઇ હતી હિન્દૂ ધર્મની શાસ્ત્રોક્ત થી પણ શ્રધાનજલી આપી હતી આ શોક સભામાં એહમદ ભાઈ પટેલની કરેલી કામગીરીમાંની વાતોમાં વગાડવામાં આવેલ અને કાર્યકર્તાઓ દ્વારા ભારે શોક વ્યક્ત કર્યો હતો. ખાસતો અહેમદ પટેલ કોંગ્રેસના સલાહકાર હતા પરંતુ આ બનાવથી કોંગ્રેસના પક્ષને મોટો જાટકો લાગ્યાનું પુર્વ ઉર્જામંત્રી ડો ચંન્દ્રીકાબેન ચુડાસમાએ જણાવ્યું હતું.