માંગરોળ તાલુકાના કારડીયા રાજપુત સમાજે કોબ્રા કમાન્ડોના મોતની તાપસ માટે માંગરોળ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું .

Junagadh
રિપોર્ટર.જીતુ પરમાર માંગરોળ

માંગરોળ તાલુકા કારડીયા રાજપુત સમાજ દ્વારા મંગરોળ મામલતદર કચેરી ખાતે આવેદનપત્ર માં જણાવ્યું હતું કે કોબ્રા કમાન્ડો અજીતસિંહ પરમાર નું અવસાન નહિ પરંતુ તેમનું મર્ડર થયાની શંકાના આધારે સી બી આઇ તપાસ કરે તેવી માંગ કરી હતી.
તેમજ રેલ્વે પોલીસ દ્વારા યોગ્ય તાપસ થઈ નથી તેવા આક્ષેપો સાથે તેમને માંગરોળ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી સી બી આઇ દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ કરાઇ છે. જયારે આ મરણ પામેલ કમાન્ડો ને સહીદવીર તરીકેનું બીરૂદ મળે તેવી કારડીયા રાજપુત સમાજ દ્વારા માંગ કરાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *