ભાયાવદર વિસ્તારમાં પોલીસ દ્વારા માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અંગેની ની સૂચના અપાઈ.

Rajkot
રિપોર્ટ વિપુલ ધામેચા ઉપલેટા

સમગ્ર વિશ્વ માં ફરી એક વાર કોરોના નો કહેર વધી રહ્યો છે ત્યારે કોઈ પણ ભોગે કોરોનાનું સંક્રમણ અટકાવવા તંત્રની કામગીરી ચાલી રહી છે. ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારના, ઢાંક,મોટી પાનેલી,ખાખીજાળીયા ગામો સહિત અને બજારમાં ગ્રાહકો અને વેપારીઓ સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરે તેવી સૂચના અપાઈ. ભાયાવદર પોલીસ PSI એસ.વી.ગોજીયા તથા પોલીસ સ્ટાફ સહિત શહેરના મુખ્ય માર્ગો તથા ગ્રામ્ય લોકો તેમજ વેપારીઓની દુકાનોમાં ભીળ એકઠી ન થાય તેમજ માસ્ક પહેરવા માટે અપીલ કરી હતી.આ ઉપરાંત જે લોકો સરકારે જાહેર કરેલી ગાઈડલાઈન નું પાલન નહીં કરવામાં આવે તો દંડ ફટકારવામાં આવશે .તેથી લોકો તમામ નિયમોનું પાલન કરે તેવી અપીલ કરવામાં આવી હતી .તેમજ હાલ કોરોનની મહામારીને ધ્યાનમાં રાખીને લોકો સાવધાની વર્તે તેવી ભાયાવદર પોલીસે દ્વારા અપીલ કરાઈ હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *