હળવદ શહેરમાં પોલીસની ચેકિંગ, માસ્ક ન પહેરનાર લોકો સામે કરી કાર્યવાહી..

Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

કોરોનાની મહામારી દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે હળવદ પંથકમાં પણ કેસમાં વધારો થતો જાય છે પરંતુ લોકોમાં ગંભીરતા ન હોવાથી માસ્ક વગર નીકળતા હોય છે એવા લોકો સામે કાર્યવાહી કરવા માટે હળવદ પોલીસે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને દંડ ફટકારવામાં આવ્યો હતો

મળતી માહિતી મુજબ કોરોનાના કેસનો આંક દિન પ્રતિદિન હળવદ પંથકમાં વધી રહ્યો છે પરંતુ હળવદવાસીઓ ગંભીરતા લેવાના બદલે બેદરકાર થતા હોય તેવું લાગી રહ્યું છે અને માસ્ક પહેર્યા વિના જ ઘરની બહાર નીકળતા હોય છે એવા બેદરકાર લોકો સામે કાર્યવાહી કરવા અને કોરોનાની ગંભીરતા સમજાવવા માટે હળવદ પોલીસે પી આઈ દેકાવાડીયાની આગેવાનીમાં હળવદ શહેરમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને માસ્ક વિના ફરતા લોકોને યોગ્ય દંડ ફટકારવામાં આવ્યો હતો અને માસ્કનો ઉપયોગ કરવા અને બજારમાં ભીડના કરવા અપીલ કરવામાં આવી હતી તો સાથે સાથે બજારમાં સોશિયલ ડીસ્ટસિંગનું પણ પાલન કરવા હળવદવાસીઓને અપીલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *