બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા
દિવાળી પહેલા રોજની 200 દર્દીઓની ઓપીડી સામે હાલ 300 થી વધુની ઓપીડી વચ્ચે દર્દીઓની ભીડ જામી
રાજપીપળા શહેર સહિત નર્મદા જિલ્લામાં દિવાળીના પર્વ બાદ સરકારી તેમજ ખાનગી દવાખાનાઓ દર્દીઓ થી ઉભરાયેલા જોવા મળી રહ્યા છે જેમાં દિવાળી અગાઉ રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં રોજની 200 દર્દીઓ જેવી ઓપીડી હતી જે હાલ દિવાળીનો પર્વ પૂર્ણ થતાં જ 300 ઉપર પહોંચી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. જેમાં સૌથી વધુ વાઇરલ ઇન્ફેક્શનના દર્દીઓ સારવાર અર્થે આવે છે એ જ રીતે ખાનગી દવાખાનાઓ પણ દર્દીઓમાં પણ દર્દીઓની ભીડ વધતા કોરોના સંક્રમણ સમયે આ ભીડ કોરોનાનો આંક વધારી શકે તેમ લાગી રહ્યું છે. માટે તંત્ર કરતા વધુ આપણી સાવચેતી આપણે જ રાખવી પડશે તેમ જાણકારોનું માનવું છે.