બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા
રાજપીપળા શહેરમાં પરિવાર સાથે વાર તહેવારે ફરવા લાયક માત્ર એક જ બગીચો છે અને એ પણ કોરોના લોકડાઉનમાં 6 મહિના જેવો બંધ હોય ત્યારબાદ થોડા દિવસ પહેલા જ આ બગીચો ખુલ્લો મુકાયો હોવાથી આજે નવા વર્ષના પર્વમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. અંદર બગીચામાં ઉભેલી ખાણી પીણીની લારીઓ પર પણ ભારે ભીડ હતી. જેમાં સૌથી વધુ નાના બાળકોને રમવાની મજા પડી હતી. જોકે એકમાત્ર આ બગીચો લોકો માટે જમવા ફરવા માટેનું સ્થળ હોવાથી હંમેશા ભીડ વચ્ચે ઉભરાયેલો રહે છે ત્યારે હાલ કોરોનાના નિયમની એસી તૈસી કરી લોકો પોતાની મસ્તીમાં મસ્ત જ ફરતા જોવા મળે છે. જે કોરોના કહેર વચ્ચે ગંભીર બાબત કહી શકાય.
