બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા
નર્મદા જિલ્લામાં સેવા કાર્ય કરતા શ્રી અન્નપૂર્ણા માનવસેવા ફાઉન્ડેશન દ્વારા ફરી એકવાર પ્રશંસનીય કાર્ય કરવામાં આવ્યું હતું. જેમાં જે લોકો દ્રષ્ટિ હીન છે એવા વ્યક્તિઓના જીવનમાં રોશની લાવવા માટે શ્રી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશને નર્મદા જિલ્લા માંથી તદ્દન નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા કુલ પાંચ દૃષ્ટિહીન વ્યક્તિઓને પસંદ કરી તેમને દર મહિને જરૂરી રાશન કિટ આપવાનું આયોજન વડોદરાની એક સંસ્થા દ્વારા કરેલ છે. જે પૈકી હાલમાં પાંચ વ્યક્તિઓને આ કીટ આપી શુભ શરૂઆત કરી છે અને દર મહિને આ રીતે આ કીટ આપશે તેમ જાણવા મળ્યું છે.