ગોધરા એલ.સી.બી પોલીસ ઈસ્પેકટર ડી.એન.ચુડાસમા ને એક જી.જે.૧૭.બી.એ.૦૨૪૬ નંબર ની સ્વીફટ ગાડી ઈન્ગલીંસ દારૂ ભરી ગોધરા દામાવાવ થી હાલોલ તરફ જવા રવાના થઈ હોવાની બાતમી મળતા ગોધરા એલ।સી।બી પોલીસ ઇન્સ્પેક્ટર ડી।એન।ચુડાસમાં તાત્કાલિક વેજલપુર કાલોલ વચ્ચે ના ટોલનાકા પર પોંહચી આવનારા ખેફિયાની સચોટ માહિતી મુજબ પોલીસ ટીમ દ્વારા ચોકી ગોઠવી દેવામાં આવી હતી. ચકોર બનેલ એલ.સી.બી પોલીસે બાતમીના એધાનવાળી સ્વીફટગાડી આવતાં ચાલક ખેફિયા સહિત દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી હતી। પોલીસે ગાડીની તપાસ હાથ ધરી ગાડીમાંથી વિદેશી દારૂની બોટલ તેમજ બીયર ટીન મળી કુલ નંગ ૧૪૪ જેની કિંમત રૂા.૩૦,૦૦૦ હોવાનું આંકી માલ ભરેલી ગાડી કિંમત રૂા.૨,૫૦,૦૦૦ આંકી કુલ મુદ્દામાલ રૂા.૨,૮૦,૦૦૦ સહીત દારૂની ખેફ મારતા ખેફિયા રાજેશ ઉર્ફે લાલો અમરસિંહ ગોહિલ ને ઝડપી પાડયો હતો. ખેફિયા સહિત દારૂ ભરેલી ગાડી વેજલપુર પોલીસ સ્ટેશને લઈ જઈ પૂછપરછ કરતા દાહોદના વિનોદભાઈ રૂપાભાઈ વણકર રહે ભથવાડા પાસેથી દારૂ ખરીદી હાલોલ લઈ જતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. જેથી ગોધરા એલ।સી।બી। પોલીસે વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે મોકલનાર અને દારૂની ખેપ મારનાર પકડાયેલા ખેફિયા સામે ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
