રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
સમગ્ર દેશ માં જ્યારે કોરોના વાયરસ નો કાળો કહેર છે. ત્યારે હાલ દેશ માં લોકડાઉન ની સ્થિતી છે.ગુજરાત માં પણ લોકડાઉન અમલી છે. ત્યારે ગુજરાત માં એક માત્ર અમરેલી જીલ્લો ગ્રીન ઝોનમાં છે. હાલ માં જીલ્લા માં એક પણ પોઝીટીવ કેસ આવેલ નથી.ત્યારે તંત્ર દ્રારા સામાન્ય ધંધા રોજગારો ને સવાર ના ૭ થી બપોર ના ૪ વાગ્યા સુધી ની છુટ આપવા માં આવેલ છે. પણ હજુ અમુક જગ્યાએ કાયદા નું પાલન થતું નથી તેમા તંત્ર ને ધ્યાન આપવું ખુબજ જરૂરી બન્યું છે.અમરેલી જીલ્લા ના સાવરકુંડલા ગામ ની મુખ્ય બજારો માં સવાર થી ધમધમતી થય જાય છે. લોકો વસ્તુંઓ ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે.
ત્યારે સાવરકુંડલા ની બજારો માં સોશ્યિલ ડિસ્ટન્સ નો અમલ થતો નથી અને દુકાનદારો પણ બે-પાચ રૂપિયા કમાવવા ની લાલચે ગ્રાહકો ને સોશ્યિલ ડિસ્ટન્સ નું પાલન કરાવવા ની જવાબદારી નથી લેતા.સાવરકુંડલા ની મેનબજાર માં જાણે લોકડાઉન હોયજ નહી તેવું દરરોજ જોવા મળે છે. લોકો અને દુકાનદારો કોરોના મહામારી ને ગંભીરતાથી ના લેતા હોય તેવું જોવા મળેલ છે ત્યારે સાવરકુંડલા ના સરકારી તંત્ર ને અને પોલિસ વિભાગ ને નમ્ર અપિલ છે કે, સાવરકુંડલા ની મુખ્ય બજારો માં જે દુકાનદારો ગ્રાહકો ને સોશ્યિલ ડિસ્ટન્સનું પાલન ના કરાવે તેનું લાઈસન્સ રદ કરવા માં આવે અને જો કોઈ ગ્રાહક કાયદા નું પાલન ના કરે તો તેના વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા માં આવે તેવી જાગૃત નાગરીકો દ્રારા માગ કરવામાં આવી અહીં છે સમગ્ર ગુજરાત માં માત્ર અમરેલી જીલ્લો કોરોના ની ઝપેટ મા નથી આવ્યો અને જો યોગ્ય રીતે નિયમો નું પાલન થાય તો આવનારા સમય માં પણ કોરોના અમરેલી જીલ્લા માં પ્રવેશ ના કરી શકે. જો આવી ને આવી પરીસ્થિતી રહેશે તો આ મહામારી થી અમરેલી જીલ્લો પણ બાકાત નહી રહે. લોકો માં કોરોના વાયરસ માટે જાગૃતા લાવવી ખુબજ જરૂરી બની છે.સોશ્યિલ ડિસ્ટન્સ નૂ કોઈ પાલન લોકો દ્વારા થતું નથી તેવૂ આ તસ્વીરમા દ્રષ્યમાન થાય છે