બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા
રાજપીપલા રાજપીપલા નગરપાલિકાના ત્રણ ટર્મ પ્રમુખ રહી ચૂક્યા અને કારોબારી અધ્યક્ષ તરીકે ફરજ નિભાવતા 53 વર્ષની ઉંમરે અકાળે અવસાન પામ્યા તેમનું ચીર વિદાઈ થી રાજપૂત સમાજમાં શોકની લાગણી ફેલાઇ ગઈ અને આખો સમાજ શોકાતુર બન્યો, રાજપૂત સમાજના અગ્રણી અને ભાજપના સારા નેતા તરીકે તેમની રાજપીપલા શહેરમાં વિકાસ લક્ષી કામગીરીને લઈને તેમની વિદાઈ થી શહેરમાં શોકની લાગણી હજુ પણ લોકોમાં જોવા મળી રહી છે. રાજપીપલાના રાજપૂત ફળીયા વિસ્તારમાં આ દિવાળી પહેલા તેમની અણધારી વિદાઈને લઈને દિવાળી નહીં ઉજવવાનું નક્કી કર્યું, આ દિવાળીમાં કોઈએ ના દિવા સળગાવ્યા કે ના કોઈએ ઘરો પર રોશની કરી, કોઈએ ફટાકડા પણ ના ફોડ્યા કે ના મીઠાઈ મંગાવી..બસ શોકાતુર બની શ્રદ્ધાંજલિ આપી આપી હતી.