બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા
કોઈપણ દેશનું યુવાધન તે દેશનું ભવિષ્ય માનવામાં આવે છે ત્યારે હિમાલય ની ટાળેટીયો માંથી નીકળેલ યુવાન કન્યાકુમારી સુધી દેશનું યુવાધન વ્યસન મુક્ત બને અને માનસિક શારીરિક રીતે સ્વસ્થ રહે તે હેતુથી સાયકલ યાત્રા કરી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર સોમેશ પવાર નામનો યુવાન બદ્રીનાથના બામાની ગામનો રહેવાસી છે જે લગભગ દેશનું છેલ્લું ગામ કહી શકાય દેશના યુવાધન વ્યસન મુક્ત બને અને માનસિક શારીરિક રીતે સ્વસ્થ રહે તે હેતુથી બદ્રીનાથ થી કન્યાકુમારી સુધી સાયકલ યાત્રાએ નીકળી પડ્યો છે સોમેશ પાવર કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી પોંહોચ્યો હતો સોમેશ પવારે જણાવ્યું હતું કે હું આખા દેશમાં પ્રવાસ કરું છું જે લોકો કોરોના મહામારીમાં બદ્રીનાથ આવી શક્યા નથી. તે તમામ ને હું આમંત્રણ પાઠવું છુ ઉપરાંત મારો ઉદ્દેશ એ છે, કે માનસિક અને શારીરિક રીતે યુવાનો ફીટ રહે અને વ્યસન મુક્ત રહે ઉપરાંત હિમાલય ગ્રીન અને ક્લીન રહે તેવી પ્રેરણા હેતુથી મેં આ સાયકલ યાત્રા શરૂ કરી છે.