રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
માંગરોળ તાલુકાના અને માળીયા હટીના ના સાઉન્ડ (ડીજે) એસોસિએશન ના ધંધા રથિયો દ્વારા માંગરોળ મામલતદાર ને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે ગત વર્ષ થી ડીજે ધારકોને પોતાના ધંધા બંધ હાલતમાં પડ્યા હોવાથી હાલ બેરોજ ગાર બની ડેઠેલાં ડીજે વાળાઓને લગ્ન પ્રસંગે ડીજે વગાડવાની મંજૂરી આપવામાં આવેતો પોતાની બેરોજગારી બંધ થાય. હાલ લગ્નની સીઝન શરૂ થઈ રહી છે સરકાર દ્વારા કોરોના વાઇરસ ને લઈ બંધ કરાયેલ ધંધા રોજગાર ને મંજૂરી આપે સરકાર દ્વારા લગ્ન પ્રસનગ ની છૂટછાટ આપી હોવાથી ડીજે ધંધાર્થીઓને છૂટછાટ આપે તેવી માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું.