બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા
કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ચિલ્ડ્રન પાર્ક માંથી છુટા કરાયેલા 24 કર્મચારીઓને સરપંચ પરિષદના આવેદનપત્ર બાદ બીજા જ દિવસે નોકરી પર પરત લેવામાં આવ્યા છે.જેથી નર્મદા જિલ્લા કલેકટર તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલ ડેપ્યુટી કલેક્ટર સાથે જે સ્થાનિક કર્મચારીઓને છૂટા કરવામાં આવેલ હતા એ બાબતે ચર્ચા વિચારણા કરતાં સ્થાનિક કર્મચારીઓને તાત્કાલિક ધોરણે ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કમાં પરત નોકરી પર લેવામાં આવ્યા હોય સરપંચ પરિષદ ગુજરાત નર્મદાના પ્રમુખ નિરંજનભાઇ વસાવા પૂર્વ ચેરમેન ગુજરાત બાળ આયોગ ભારતીબેન તડવી, તિલકવાડા તાલુકા પ્રમુખ અરુણભાઈ તડવીના સહયોગ થી આ તમામ 24 કર્મચારીઓને જિલ્લા કલેક્ટર તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીના ડેપ્યુટી કલેક્ટરે અમારી રજૂઆતને સાંભળી પરત લીધા માટે જિલ્લા પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો હતો.