શહેરાના ગુણેલી ગામ ખાતે લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ વણાકબોરી પાણી પુરવઠા યોજના કેટલાક વર્ષોથી શોભાના ગાંઠીયા સમાન..

Panchmahal
રિપોર્ટર પાર્થિવ દરજી શહેરા

શહેરાના ગુણેલી ગામ ખાતે લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ વણાકબોરી પાણી પુરવઠા યોજના પાછલા કેટલાક વર્ષોથી ધૂળ ખાઈ રહી છે. નળ સે જળ ઘરે-ઘરે સુધી પહોંચાડવાની વાત કરતું તંત્ર ગ્રામજનોને આ યોજનાનો લાભ મળે તે માટે શું કાર્યવાહી કરશે તે જોવુ બની રહયુ છે.

શહેરા તાલુકાના ગુણેલી ગામ ૫૨૮૩ની વસ્તી ધરાવતું ગામ છે. આ ગામના ગ્રામજનોને પીવાના પાણીની સમસ્યામાંથી છુટકારો મળે તે માટે સરકાર દ્વારા દસ વર્ષ પહેલા વણાકબોરી પાણી પુરવઠા યોજના ફાળવવામાં આવી હતી. લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ પાણી પુરવઠા યોજનાનુ પાણી વણકર વાસ , જાદવ ફળીયુ , ભરવાડ ફળીયુ સહિત સમગ્ર ગામને હાલમાં પણ મળતુ નથી. આ યોજનામાં તૈયાર થયેલ પાણીના સંપ અને ટાંકી પાસે ઝાડી ઝાંખરા ઉગી નીકળવા સાથે ગંદકીનું સામ્રાજ્ય પણ જામ્યુ છે. પાણી પુરવઠા યોજના પાછળ સરકારે લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં સ્થાનિક ગ્રામજનો માટે આ યોજના શોભાના ગાંઠીયા સમાન બની છે. તંત્ર દ્વારા નળ સે જળ ઘરે-ઘરે પહોંચાડીને પાણી સમસ્યા હલ થાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહયા છે. ત્યારે આ બાબતે પાણી પુરવઠા તંત્ર આ ગામની મુલાકાત લઈને લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ ધૂળ ખાઈ રહેલ પાણી પુરવઠા યોજનાને શરૂ કરવામાં આવશે ખરી? હાલ તો ગ્રામજનો આ વણાકબોરી પાણી પુરવઠા યોજનાનો લાભ વહેલી તકે અપાવે અને પીવાના પાણીની સમસ્યા દૂર થાય તેવી આશા તંત્ર પાસે રાખી રહયુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *