રિપોર્ટર પાર્થિવ દરજી શહેરા
શહેરામા શાકભાજી સહિત ગરીબોની બેલી ગણાતી કસ્તુરી ડુંગળીના ભાવ આસમાને પહોચ્યા છે.એક સમયે ૧૦ રૂપિયે કિલો મળતી ડુંગળીનો ભાવ હવે ૫૦ રૂપિયા સુધી પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયુ છે.હોટલો મા ગ્રાહકોને જમવા મા અને નાસ્તા મા ડુંગળી જોવા મળતી નથી.વધતી જતી મોંઘવારી વચ્ચે આમ પ્રજાજનોનું જીવન નિર્વાહ ચલાવવું દિવસે દિવસે મુશ્કેલ બનતું જઈ રહયુ છે.
લોકડાઉનને કારણે દેશમાં આર્થિક સંકળામણ સર્જાઇ છે. તેના કારણે જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોચ્યો છે. શહેરા મા વધતી જતી મોંઘવારી વચ્ચે શાકભાજી સહિત ગરીબોની બેલી ગણાતી ડૂંગળીના ભાવ આસમાને પહોચ્યા છે. કરીયાણા અને શાકમાર્કેટમાં ડુંગળી 50 રૂપીયા કિલોએ વેચાણ થઈ રહયુ છે. વધતા જતા શાકભાજી સહિતના ભાવના કારણે મધ્યમ અને અતિ ગરીબ વર્ગના લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. સાથે જે રીતે ડુંગળી બટાકાના અને શાકભાજીના ભાવ સતત વધતા જતા હોવાના કારણે ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયુ છે. દિવાળીના દિવસોની ઘડીઓ ગણાઇ રહી છે. ત્યારે મહિલાઓ પણ ડુંગળી બટાકાની જગ્યાએ સસ્તુ મળતુ શાકભાજી ખરીદીને પોતાનું બજેટ સાચવી લેતા હોય છે. વાહનો લઇને ડુંગળી વેચવા આવતા વેપારીઓનો ભાવ બજારમા જે ભાવે ડુંગળી બટાકા મળતા હોય છે તેના કરતાં ઓછો હોવાથી ગૃહિણીઓ ખરીદી કરતી નજરે પડતી હોય છે. સાથે હોટલોમાં પણ અને ફરસાણની દુકાનોમાં નાસ્તાની અંદર ડુંગળી અદ્રશ્ય થઇ ગઇ છે. હોટલ માલિકો દ્વારા નાસ્તામાં ડુંગળી માંગવી નહીં તેવા બેનરો પણ લગાવી દીધા છે. વધતી જતી મોંઘવારી વચ્ચે આમ પ્રજાજનોની દિવાળી કેવી જશે તેવા વિચારો તેમને સતાવી રહયા છે.