રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી,ડાકોર
ડાકોર યમુનેશ્વર મહાદેવ મંદિરની અંદર ગતરોજ ડાકોર તપોધન બ્રાહ્મણ સમાજ કુટુંબ દ્વારા દિવાળી નિમિત્તે ફરસાણ થતા મીઠાઈની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મૂળ ડાકોરના વતની અને હાલ આફ્રિકા કેન્યામાં રહેતા સેવક અલ્પેશભાઈ ગોપાલ કૃષ્ણ દ્વારા કીટનું સમાજના લોકો માટે દાન કરાયું હતું, કીટ વિતરણનું આયોજન આણંદ જિલ્લા તપોધન બ્રહ્મસમાજના પ્રમુખ દિનેશભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડાકોરના સમાજ સેવક ધીમંતભાઈ, ઉત્કર્ષમંડળના સભ્ય ટ્રસ્ટી સુરેશભાઈ અને રમેશભાઈ તથા કમલેશભાઈ હાજર રહ્યા હતા. તપોધન સમાજ દ્વારા આવા આયોજનને બિરદાવવામાં આવ્યું હતું.