મોરબી :હળવદના કવાડીયા પાટીયા નજીક લક્ઝરી બસની અડફેટમાં આવતા અજાણ્યા આધેડનું ધટના સ્થળે મોત નીપજ્યું.

Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

હળવદ ધાંગધ્રા હાઈવે પર કવાડીયા પાટીયા નજીક થી પસાર થતી લક્ઝરી બસ ચાલકે અજાણ્યા આધેડન ને અડફેટે લેતાં આધેડનું ધટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજયું હતું અકસ્માત થતા બસ ચાલક બસ મૂકી નાસીછૂટ્યો હતો.અકસ્માત દરમિયાન જાણવા મળ્યું હતું કે હળવદ ધાંગધ્રા હાઈવે પર સવારના દસ વાગ્યાની આજુબાજુ અમદાવાદ બાજુ થી કચ્છ તરફ જતી ફાલકન ટ્રાવેલ્સની લક્ઝરી નંબર Gj.03 BW 9927 બસે કવાડીયા પાટીયા પાસે ગાયને બચાવવા જતાં આધેડને અડફેટે લેતા ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજયું હતું ત્યારબાદ એક ઓટોરિક્ષા ને પણ અડફેટમાં લીધી હતી. અને બસ ચાલક બસ મૂકીને નાસી છૂટ્યો હતો ઘટનાની જાણ થતાં હળવદ પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી. અને આધેડને ને હળવદ ની સરકારી હોસ્પિટલમાં પીએમ માટેની ખસેડવામાં આવી હતી.તેમજ પરીવારજનો ની શોધખોળ હાથ ધરી હતી. હળવદ પોલીસે અકસ્માત અંગે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *